Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Video of devotee walking upside down at Bhadarvi Poonam Maha Mela of Ambaji pilgrimage site goes viral

VIDEO: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ઊલ્ટી પદયાત્રા કરતા ભક્તનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજીમાં અત્યારે ભાદરવી પૂનમનો મહામેળો છેલ્લા તબક્કામાં પહોંચ્યો છે. આમ છતાં લાખો પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. પગપાળા ચાલતા અંબાજી જનારાની સંખ્યામાં હજી ઓટ આવી નથી. રસ્તામાં વરસાદ, સતત પગપાળા ચાલવાનું યથાવત્ છે. ત્યારે ખેડા જિલ્લામાં પાંત્રોલી ગામના પદયાત્રીની અનોખી માનતા સામે આવી છે.

App Store

આ ભક્તના ખેતરમાં વરસાદી પાણી ભરાતા વ્યાપક નુકસાન થવાની સંભાવના હતી. જેથી ઓછું નુકસાન થાય તેવી માનતા માની હતી. ખેડાથી અંબાજી સુધી ઊલ્ટી પગપાળા જવાની માનતા માની હતી. આ માનતા પૂર્ણ કરવા સાત દિવસથી રાત્રિથી ચાલી રહ્યો છે પદયાત્રી. સાંબરકાંઠા જિલ્લાના પોશીના અંબાજી હાઈવે પર નાના રથ સાથે ઊલ્ટી પદયાત્રા સાથે કાકા અંબાજી તરફ ચાલ્યા જાય છે. આ અનોખી માનતાને લીધે પદયાત્રીનો વીડિયો વાયરલ થયો છે. મા અંબામાં આસ્થા સાથે માનતા રાખી ભક્તો હજી અંબાજી તરફ જઈ રહ્યા છે.