Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Video: gstv.in/sabarkantha-fake-milk-scam-narayan-patel-jail

VIDEO: સાબરકાંઠાના સલાલમાં નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ: મુખ્ય આરોપી નારાયણ પટેલના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જેલ હવાલે કર્યો

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામેથી ઝડપાયેલા નકલી દૂધના કૌભાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. છેલ્લા 20 દિવસથી ફરાર મુખ્ય આરોપી નારાયણ પટેલની ધરપકડ બાદ તેના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દઈ તેને હિંમતનગર સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે.

App Store

ઝેરી કેમિકલનું સામ્રાજ્ય: 1700 લિટર નકલી દૂધ ઝડપાયું
સલાલ નજીક 'સત્યા દૂધ'ના નામે ચાલતી ફેક્ટરી પર પોલીસે 20 દિવસ અગાઉ ફૂડ વિભાગની હાજરીમાં રેડ કરી હતી. આ તપાસ દરમિયાન યુરિયા ખાતર, ડિટર્જન્ટ, કોસ્મેટિક સોડા અને પામ ઓઈલ જેવા જીવલેણ પદાર્થોનો ઉપયોગ કરીને બનાવાતું 1700 લિટરથી વધુ નકલી દૂધ મળી આવ્યું હતું. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ અને મોડાસા સુધી વિસ્તરેલું નેટવર્ક
રિમાન્ડ દરમિયાન નારાયણ પટેલે કબૂલાત કરી છે કે આ નકલી દૂધ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ અમદાવાદના રખિયાલ અને મોડાસા સુધી સપ્લાય કરવામાં આવતું હતું. એટલું જ નહીં, આરોપી દૂધના કૌભાંડની સાથોસાથ જમીન અને દુકાનોના લે-વેચના વ્યવસાયમાં પણ સક્રિય હોવાનું બહાર આવ્યું છે.

લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં: કડક કાર્યવાહી
લોકોના જીવનને જોખમમાં મૂકતા આ રાસાયણિક દૂધના મામલે પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 123 હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક બાળ આરોપીનો પણ સમાવેશ થાય છે. આગામી દિવસોમાં આ રેકેટમાં અન્ય મોટા માથાઓના નામ ખૂલે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે.