Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Father-son duo defrauded lakhs on the pretext of visa in Sabarkantha, both accused arrested

VIDEO: Sabarkanthaમાં વિઝાના બહાને પિતા-પુત્રની જોડીએ લાખોની છેતરપિંડી આચરી, બંને આરોપી ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે લાખો રુપિયાની છેતરપિંડી આચરી છે. છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવા માટે સાબરકાંઠા પોલીસે DySP હિંમતનગરની અધ્યક્ષતામાં SITની રચના કરી હતી. જે ટીમ દ્વારા બંને આરોપીઓ પિતા-પુત્રને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લઈ કોર્ટમાં હાજર કરાયા હતા કોર્ટે બંને પિતા પુત્રના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીઓની રિમાન્ડ હેઠળ વધુ તપાસ હાથધરી છે.

App Store

મળતી માહિતી અનુસાર, હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વર્ક પરમિટ વિઝા અપાવવાની આકર્ષક જાહેરાતો સોશિયલ મીડિયામાં દર્શાવી લાખોની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ગત સપ્તાહે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા સહિત ત્રણ લોકો સામે બે અલગ અલગ પોલીસ ફરિયાદ છેતરપિંડીને લઈ દાખલ કરી હતી.

આ સાથે જ સાબરકાંઠા પોલીસ દ્વારા એક SITની રચવા કરવામા આવી હતી. દેશભરના અનેક રાજ્યોમાંથી લોકો હિંમતનગરમાં પોલીસ મથકે એકઠા થઈને ન્યાયની માંગ કરતા એસઆઈટીની રચના કરવામા આવી હતી. હિંમતનગર DySP અતૂલ પટેલની આગેવાનીમાં રચવામાં આવેલી SIT દ્વારા તપાસ ધરવામાં આવતા કૌભાંડ આચરનારા પિતા-પુત્રની ધરપકડ કરવા માટે સતત શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન SIT ટીમે પિતા-પુત્ર સિકંદર અને સમન લોઢાને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધા છે.