Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Corruption on Chiloda-Shamlaji Highway: Drainage line worth crores breaks in first rain

VIDEO: ચીલોડા-શામળાજી હાઇવે પર ભ્રષ્ટાચાર: કરોડોની ડ્રેનેજ લાઇન પ્રથમ વરસાદમાં જ તૂટી

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ચોમાસું બિલકુલ નજીક છે ત્યારે ચીલોડાશામળાજી નૅશનલ હાઇવેની કામગીરીમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર એજન્સીની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. છેલ્લાં 6 વર્ષથી ચાલતા આ હાઇવેના કામ વચ્ચે હિંમતનગર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બીજી વાર બનેલી વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઇન ચોમાસાના પહેલા વરસાદ પૂર્વે જ ઠેર-ઠેરથી તૂટી ગઈ છે. એજન્સી દ્વારા કરાયેલી આ હલકી ગુણવત્તાની નબળી કામગીરીને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ પણ આ મામલે સવાલો ઉઠાવ્યા છે. હજુ પણ સર્વિસ રોડની કામગીરી અધૂરી લટકેલી હોવાથી અને ડ્રેનેજ તૂટી જવાથી આ વર્ષે ચોમાસામાં સમગ્ર વિસ્તાર જળબંબોળ થવાની તેમજ સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newschiloda