Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Two directors attacked a third in the chamber of the Sabarderry chairman

Sabarkantha news: સાબર ડેરી ચેરમેનની ચેમ્બરમાં બે ડિરેક્ટરોએ ત્રીજા પર કર્યો હુમલો, આ મામલે થયો હતો વિવાદ

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Sabarkantha news: સાબર ડેરી ચેરમેનની ચેમ્બરમાં બે ડિરેક્ટરોએ ત્રીજા પર કર્યો હુમલો, આ મામલે થયો હતો વિવાદ
સોર્સ : GSTV

સાબરડેરીમાં ચેરમેનની ચેમ્બરમાં જ બે ડિરેક્ટરોએ ત્રીજા પર હુમલો કરવાનો બનાવ બનતા ચકચાર મચી છે. સરહદી વિસ્તારના દૂધમાં ગરબડ મામલે માહિતી માગતા વિવાદ સર્જાયો હતો. 

App Store

 પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ

સાબરડેરીમાં ડિરેક્ટરો વચ્ચે હંગામો સર્જાયો છે. સાબરડેરીના ચેરમેનની ચેમ્બરમાં જ બે ડિરેક્ટરોએ ત્રીજા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. બે સિનિયર ડિરેક્ટરે ભેગા મળી ત્રીજા ડિરેક્ટર જશુ પટેલને લાતો મારી અને ખુરશી નીચે પાડી દેતા જશુ પટેલ ગબડી પડ્યા હતા. તેમને સમાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે. સરહદી વિસ્તારના દૂધમાં ગરબડ મામલે માહિતી માગતા વિવાદ સર્જાયો હતો. ભોગ બનનાર ડિરેક્ટર જશુ પટેલે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.