Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : supplying ganja from Rajasthan to Gujarat busted; 3 arrested

Sabarkantha/ રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતું રેકેટ ઇડરમાં ઝડપાયું; 3ની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 30 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Sabarkantha/ રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતું રેકેટ ઇડરમાં ઝડપાયું; 3ની ધરપકડ
સોર્સ : gstv

ગુજરાતમાં યુવાધનને બરબાદ કરતા માદક પદાર્થો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. સાબરકાંઠાની ઈડર પોલીસે બાતમીના આધારે ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પરથી ગાંજાની હેરાફેરી કરી રહેલા એક સગીર સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

App Store

રાજસ્થાનના ખેતરમાં થતું હતું વાવેતર

પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, રાજસ્થાનના કોટડા છાવણી વિસ્તારમાં રહેતા આરોપીઓએ પોતાના ખેતરમાં જ ગાંજાનું વાવેતર કર્યું હતું. ત્યાંથી તેઓ સૂકો ગાંજો તૈયાર કરી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે લાવતા હતા.

પોલીસે રાણી તળાવ પાસે ગોઠવ્યું ટ્રેપ

ઈડર પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી ગાંજાનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે રાણી તળાવ નજીક વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા યુવકોની તલાશી લેતા તેમની પાસેથી 3 કિલો સૂકો ગાંજો મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓની વિગત

પોલીસે આ મામલે લેનાર અને આપનાર વચ્ચે કડી બને તે પહેલા જ ત્રણેયને ઝડપી લીધા છે:

જીગર લાલચંદ પારગી (રહે. રાજસ્થાન) – જે ગાંજાનું વાવેતર કરતો હતો.

સુનિલ ચંદુ રાવળ (રહે. માણસા) – જે ગાંજાનો જથ્થો સ્વીકારવાનો હતો.

એક સગીર વયનો યુવક – જે હેરાફેરીમાં સામેલ હતો.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

ઈડર પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓને જેલ હવાલે કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ અગાઉ તેમણે કેટલી વાર ગાંજાનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કર્યો છે અને તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. યુવાધનને નશાના રવાડે ચઢાવતા આવા તત્વો સામે પોલીસની આ કામગીરી પ્રશંસનીય ગણાય રહી છે.