Sabarkantha news: પ્રાંતિજ મામલતદાર 50,000 ની લાંચ લેતા ઝડપાયા, આઉટસોર્સ કર્મીની પણ હતી સંડોવણી

સોર્સ : GSTV
પ્રાંતિજ મામલતદાર 50,000 ની લાંચ લેતા ઝડપાયા છે. આ સાથે અન્ય આઉટસોર્સ કર્મચારી પણ પકડાયો છે. આ સાથે સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસમાં બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
રાજ્યમાં એક બાદ એક સરકારી અધિકારી અને કર્મચારીઓ લાંચ લેતા ઝડપાય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના વર્ગ-2 કક્ષાના અધિકારી એવા પ્રાંતિજના મામલતદાર જગદીશકુમાર ગણેશભાઈ ડાભી રૂ 50000 ની લાંચ લેતા પકડાયા છે. મામલતદારે રેતી કપચીની ગાડીઓને ન પકડવા અને દંડ ન કરવા માટે 50000 ની માંગણી કરી હતી. આ સાથે અન્ય આઉટસોર્સ કર્મચારી કમલેશકુમાર અશોકભાઈ પરમાર પણ ઝડપાયો છે. મામલતદાર કચેરીના પાર્કિંગમાં મામલતદાર વતી 50000 લેતા આઉટસોર્સ કર્મચારીને ACB એ રંગે હાથે પકડ્યો છે.

