Video: સાબર ડેરીમાં વહીવટના વિવાદના ઉફાણા વચ્ચે હવે પશુપાલકો મેદાને

સાબરડેરીના ચેરમેનની નિયુક્તિ બાબતે ચાલી રહેલા વિવાદો વચ્ચે હવે પશુપાલકો મેદાને છે. બાયડ તાલુકાના 20 જેટલા મહિલા અને પુરુષ પશુપાલકો સાબરડેરી પહોંચ્યાં અને એમડી સામે પોતાવી વ્યથા ઠાલવી. એક કલાક કરતાં પણ વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં પશુપાલકોએ દૂધના પોષણક્ષમ ભાવ આપવાની માંગ કરી છે. પશુપાલકોની રજૂઆત છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં પશુ આહાર એટલે કે ખાણદાણના ભાવમાં 37 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. જેની સામે પશુપાલકોને દૂધના પૂરતા ભાવ નથી મળી રહ્યાં. વાર્ષિક એકથી દોઢ કરોડ રૂપિયા સુધીનું દૂધ ભરાવનારા પશુપાલકોનો વિરોધ સાબરડેરી માટે આવનાર દિવસોમાં પડકારરૂપ સાબિત થનાર છે.
ગ્રાહકો માટે એક લીટરે ચાર રૂપિયાનો ભાવ વધારો તો કરી દેવાયો. સામે પશુપાલકોને પ્રતિ લિટર માત્ર 35 રૂપિયા જ મળી રહ્યા છે. પશુપાલકોની માગ 50 રૂપિયા પ્રતિ લિટરના ભાવની છે. છે. હાલતો પશુપાલકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, આવનારા દિવસોમાં મળનાર બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં દૂધના ભાવ વધારા અને ખાણદાણ માં વધેલા ભાવો અંગે ચર્ચાઓ કરવામાં આવશે.
એક તરફ ડેરીમાં ગેરરિતીના વિવાદ અને ઉપરથી દુકાળ જેવી સ્થિતિ વચ્ચે ભરશિયાળે ભાવ વધારાની માગ. આ પણ દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચિજવસ્તુઓમાં મોંઘાવારીએ ભરડો લીધો છે. જો ગ્રાહકો સાથે ઉત્પાદક પણ પીસાતો હોય તો નફાની મલાઈ સૌથી વધારે કોણ તારવી રહ્યું છે?















