Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : accused who escaped from the lockup of Chithora police station was caught

VIDEO: ચિઠોડા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ફરાર આરોપી રાજસ્થાનથી પકડાયો

Timeછેલ્લું અપડેટ : 15 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાબરકાંઠાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશન કેસમાં લોકઅપમાંથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લોકઅપનો દરવાજો ખોલી કેદી ભાગી જતા પોલીસ દોડતી થઈ હતી. પ્રોહિબિશન કેસમાં મૂળ રાજસ્થાનના શખ્સને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો.જો કે બેજવાબદાર પોલીસકર્મીઓએ લોકઅપને તાળુ જ માર્યુ નહોતું. જેથી લોકઅપમાં રહેલો કેદી ભાગી ગયો હતો. જે બાદ શોધખોળ દરમિયાન આરોપી પોતાના વતન રાજસ્થાનના બાલિચામાંથી ઝડપાયો છે. બે કોન્સ્ટેબલની આરોપી સાથેની તસવીરો સામે આવી છે. જેમાં બુટલેગર તેમજ પોલીસની મિત્રતા ફોટોમાં જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

App Store