Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Accident between tractor and icebreaker on Himmatnagar-Idar highway, 3 people injured

Sabarkantha news: હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રેક્ટર અને આઇસર વચ્ચે અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sabarkantha news: હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રેક્ટર અને આઇસર વચ્ચે અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

 સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઇડર સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. હિંગળાજ ભેટાલી ગામ નજીક ઘઉંનું પરાળ ભરેલા ટ્રેક્ટર અને આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

App Store

રેલિંગ તોડી આઇસર ડિવાઈડર સાથે અથડાયું

મળતી માહિતી અનુસાર, હિંગળાજ ભેટાલી પાસે અકસ્માત એટલો જોરદાર હતો કે પરાળ ભરેલા ટ્રેક્ટર સાથે અથડાયા બાદ આઇસર ટેમ્પો કાબૂ ગુમાવી બેઠો હતો. ટેમ્પો રોડની લોખંડની રેલિંગ તોડીને સીધો ડિવાઈડર સાથે અથડાતા તેને ભારે નુકસાન થયું છે. ટક્કરને પરિણામે ટ્રેક્ટર પણ રોડ પર પલટી ખાઈ ગયું હતું.

હાઈવેની મધ્યમાં ટ્રેક્ટર પલટી જતાં પરાળ રોડ પર વેરાઈ ગયું હતું, જેના કારણે ઇડર-હિંમતનગર માર્ગ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ જાદર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી વાહનો ખસેડી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જાદર પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

ટોપિક્સ:gstvgstv newsaccident