મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં બે યુવતીઓએ ઝેરી દવા ગટગટાવીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, નાની નાાની

સાબરકાંઠા: હિંમતનગરમાં બે યુવતીઓએ ઝેરી દવા ગટગટાવીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, નાની નાાની વાતોમાં માઠું લગાડીને લોકો પોતાનું જીવન ટૂંકાવે છે.  ગુજરાત રાજ્યના સાબરકાંઠામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સાબરકાંઠાના હિંમતનગરમાં 18 વર્ષની યુવતી અને 16 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 

ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

બંનેએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ બન્નેના પરિવારોને થઈ હતી. બંનેના પરિવારોએ તાત્કાલિક  હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેમને તાત્કાલિક ઈમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી છે.

પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો

જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો. કયા કારણોસર બન્ને એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે અંગે તપાસ શરૂ કરી હતી. 

આ સમાચાર શેર કરો