મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબીમાં પરપ્રાંતીય યુવતીઓનો આતંક, લુખ્ખા તત્વોના તોફાનને પગલે સાબરકાંઠામાં બજાર બંધ

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરના ચિઠોડાનું બજાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. ચીઠોડા પોલીસ મથકથી દોઢસો મીટર દૂર જ અસ

મોરબીમાં પરપ્રાંતીય યુવતીઓનો આતંક, લુખ્ખા તત્વોના તોફાનને પગલે સાબરકાંઠામાં બજાર બંધ

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરના ચિઠોડાનું બજાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. ચીઠોડા પોલીસ મથકથી દોઢસો મીટર દૂર જ અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કરી તોફાન મચાવ્યું હતું. વેપારીઓ દ્વારા આ લુખ્ખા તત્વોને રોકવા જતા તેઓ વેપારીઓને પણ મારવા દોડ્યા હતા. પોલીસ મથકમાં રજૂઆત કરવા જતા માત્ર એક જ કર્મચારી હાજર હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : વડોદરામાં ખેતરના મજુરીકામે ગયેલી યુવતીનું કવચ નદી કિનારે રહસ્યમયી મોત

સાબરકાંઠામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને જોઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકવાસીઓએ આતંક મચાવનારને ઝડપી લઈ તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ સાથે વેપારીઓએ બજાર બંધ કરી હોબાળો મચાવ્યો હતો. જેને કારણે પીઆઈ એક્શનમાં આવ્યા હતા અને તેમણે તોફાનીઓને ઝડપી પાડવાની ખાતરી આપી હતી. ત્યારે જઈને વેપારીઓએ દુકાનો ખોલી અને બજાર ફરી ચાલુ થયું.

મોરબીમાં બે પરપ્રાંતીય યુવતીઓએ ગામ ગજવ્યું

ગત રાત્રિએ મોરબી જિલ્લામાં પરપ્રાંતીય યુવતીઓએ ધમાલ મચાવી રોડ બાનમાં લીધો હતો. જેમાં તેમણે રિક્ષામાં તોડ ફોડ કરી શનાળા રોડ પર ધમાલ મચાવી હતી. બન્ને યુવતીઓએ જાહેરમાં અપશબ્દો વરસાવ્યા હતા. હંગામાને પગલે મહેશ હોટલ નજીક ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે આ યુવતીઓ ધમાલ શું કારણથી કરી રહી હતી તે સામે આવ્યું નથી.

આ સમાચાર શેર કરો