મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા: સાબરડેરીના 3 લાખથી વધુ પશુપાલકોને થશે મોટો ફાયદો, જાણો શું લીધો છે નિર્ણય

સાબરડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને અપાતી રીટેઈન મની ( ભાવફેર) રકમ ચૂકવવા તાજે

સાબરકાંઠા: સાબરડેરીના 3 લાખથી વધુ પશુપાલકોને થશે મોટો ફાયદો, જાણો શું લીધો છે નિર્ણય

સાબરડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને અપાતી રીટેઈન મની ( ભાવફેર) રકમ ચૂકવવા તાજેતરમાં વ્યાપક રજુઆતો થવા પામી હતી. ડેરીના નિયામક મંડળ દ્વારા મંજૂર કરાયેલા રૂ.258 કરોડની નવ મહિનાની રીટેઈન મની ( ભાવફેર)ની રકમ 11 જુલાઈએ દૂધ મંડળીઓને દૂધ બીલમાં ચુકવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

સાબર ડેરીએ દૂધ ઉત્પાદકો મોટો લીધો નિર્ણય

આ અંગે સાબરડેરીના એમ.ડી. સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે દૂધઉત્પાદકો માટે ખેતી બિયારણ ખરીદી, બાળકોની શિક્ષણ ફી જેવી જરૂરીયાત માટે વર્ષ આખરે સાબરડેરી દ્વારા અપાતી રીટેઈન મની રકમ ચૂકવી આપવા રજુઆતો મળી હતી.

જે અંતર્ગત સાબરડેરી દ્વારા કાયદાકીય સલાહ સૂચન મેળવી જુના નિયામક મંડળ દ્વારા મંજુર કરેલી એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2023 સુધીના નવ મહિનાની રીટેઈન મનીની ચુકવણી માટે નવા ચૂંટાયેલા નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોની હાલની જરૂરીયાતને ખાસ અગ્રમતા સાથે રાહત મળે તે હેતુથી જુના નિયામક મંડળ દ્વારા મંજૂર કરાયેલી રકમ તાત્કાલિક ચૂકવી આપવા મેનેજીંગ ડિરેક્ટરને સત્તા આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો