Ahmedabad news: ગ્રામ્ય LCBએ 10 જ દિવસમાં હત્યા કરેલી યુવતીનો ભેદ ઉકેલ્યો, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદ ગ્રામ્ય LCBએ હત્યાનો ભેદ ઉકેલ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે 19-10-2025ના રોજ ધોળકા રોડ પર ઝા

અમદાવાદ ગ્રામ્ય LCBએ હત્યાનો ભેદ ઉકેલ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે 19-10-2025ના રોજ ધોળકા રોડ પર ઝાડીમાંથી એક યુવતીનો મૃતદહે મળ્યો હતો. આ મામલે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે યુવતીનું મોત માથામાં અને ગળા પર ગંભીર ઈજા પહોંચવાના કારણે થયું હતું.
પોલીસે આ મામલે તમામ CCTV અને હ્યુમન સોર્સના આધારે તપાસ આદરી
પોલીસે આ મામલે તમામ CCTV અને હ્યુમન સોર્સના આધારે તપાસ આદરી હતી. જેમાં એક યુવાન પર શંકા ગઈ હતી. પોલીસે યુવાનની અટકાયત કરી હતી. યુવાનની ઓળખ નવઘણ તરીકે થઈ હતી.
પોલીસે યુવાનની સખ્ત પૂછપરછ કરી હતી, તેમાં તે ભાંગી પડ્યો અને જણાવ્યું કે મૃતક યુવતી સાથે તેણે શારીરિક અડપલાં કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમગ્ર મામલે યુવતીએ પ્રતિકાર કરતા તેને મોતને ઘાટ ઉતારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.






