મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાપી સહિત વલસાડ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: જળબંબાકાર સ્થિતિ

વાપીમાં પડેલા અનરાધાર વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું. વાપીના ગુ

તસવીર: gstv

વાપીમાં પડેલા અનરાધાર વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું. વાપીના ગુંજન અને બજાર વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, સાથે જ અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો વાપીમાં સૌથી વધુ ૨૧૮ મીમી, વલસાડ ૧૩૪, પારડી ૧૬૧, ઉમરગામ ૧૫૯, ધરમપુર ૯૨, કપરાડા ૧૪૭ તથા નાનાપોંઢામાં ૧૫૦ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દમણમાં ૧૮૨ મીમી અને દાદરા નગર હવેલીમાં ૨૫૯ મીમી વરસાદ વરસ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકોની સામાન્ય દિનચર્યા ઉપર માઠી અસર પડી છે.

આ સમાચાર શેર કરો