VIDEO: બેટમાં ફેરવાયું ઉનાઈ: યાત્રાધામના મુખ્ય બજાર અને દુકાનોમાં ઘૂસ્યા પાણી, વાપી-શામળાજી હાઈવે ઠપ્પ!
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મેઘરાજાએ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધમાર વરસાદના કારણે પ્રખ્યાત યાત્રાધામ ઉનાઈ અને તેની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો છે. ઉનાઈ યાત્રાધામના મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેમ પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, એટલું જ નહીં, ઉનાઈના મુખ્ય બજારની કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ પૂર જેવી સ્થિતિના કારણે રાજ્યના મહત્વના ગણાતા વાપી-શામળાજી મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ કટોકટીભરી સ્થિતિ વચ્ચે ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે પોલીસ વિભાગના જવાનો અને સ્થાનિક સેવાભાવી યુવાનો ધોધમાર વરસાદમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સંયુક્ત રીતે ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરીમાં લાગી ગયા હતા.




