સુરતમાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલા ભડકો, SC મોરચાના પ્રમુખનું ફોર્મ રદ્દ થતાં રોષ
શિસ્તબધ્ધ ગણાતા ભાજપ પક્ષમાં હાલ નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે

શિસ્તબધ્ધ ગણાતા ભાજપ પક્ષમાં હાલ નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે સુરત જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત પહેલાં વિવાદ શરૂ થયો છે. જિલ્લા ભાજપ SC મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરતાં માહોલ ગરમાયું છે. કારણ વગર જ ફોર્મ રદ્દ કરી દેવાતાં ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ આયુષ્યમાન કાર્ડમાં એપ્રુવલ ન મળતાં લોકોને હાલાકી, સુરતના ધારાસભ્યએ CMને લખ્યો પત્ર
કારણ આપ્યા વગર ફોર્મ રદ્દ
રાજ્યના શહેર અને જિલ્લાઓમાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. ત્યારે ગત રોજ સુરતના બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લાના કુલ ૧૭ ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે પ્રમુખ પદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના જ આગેવાને નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના સુરત જિલ્લા SC મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ, ભાજપ આગેવાન રાજેશ કટારીયાનું ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું છે. કારણ વિના જ ભાજપના સક્રિય કાર્યકર અને જિલ્લાના SC મોરચાના પ્રમુખ પદની જવાબદારી નિભાવતા રાજેશ કટારીયાનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીએ કારણ વગર રદ કરી દેતા રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે.
વિરોધનો વંટોળ
જિલ્લામાં ભાજપ પ્રમુખની જાહેરાત નથી થઈ ત્યાં પ્રમુખ પદ માટે ની ચાલી રહેલી પ્રક્રિયા નો વિરોધ થઈ રહ્યો છે. સુરત જિલ્લા SC મોરચાના પ્રમુખનું ઉમેદવારી ફોર્મ રદ કરી દેવાતાં રાજકીય માહોલ ગરમાયો છે. રાજેશ કટારીયાએ ઉમેદવારી ફોર્મમાં સદસ્યતા નંબર બે વખત લખ્યો હોવાનું કહી ચૂંટણી અધિકારીએ રાજેશ કટારીયાનું ફોર્મ રદ કરી નાખ્યું હતું. જેને લઇ ભાજપના આગેવાન રાજેશ કટારિયાએ ભાજપ ચૂંટણી અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને જિલ્લા ભાજપના SC મોરચા પ્રમુખ જેવા સારા હોદ્દાની જવાબદારી નિભાવતા ભાજપ આગેવાન સાથે અન્યાય થતાં ભાજપ સામે જ નારાજગી વ્યક્ત કરી છે.








