મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સારા સમાચાર / પાવાગઢ પર્વત પર હવે રોપ-વે મંદિર સુધી જશે, શ્રદ્ધાળુઓને મળશે રાહત

Pavagadh Rope Way: યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા

સારા સમાચાર / પાવાગઢ પર્વત પર હવે રોપ-વે મંદિર સુધી જશે, શ્રદ્ધાળુઓને મળશે રાહત

Pavagadh Rope Way: યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે માતાજીના મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેને લંબાવવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જો કે, સ્થાનિક સ્તરેથી મંજૂરની રાહ જોવાઈ રહી છે. નોંધનીય છે કે રોપ-વે બાદ મંદિર સુધી પહોંચવા માટે 400થી વધુ પગથિયાં ચઢવા પડે છે.

દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા

યાત્રાધામ પાવાગઢ મંદિરમાં માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા છે. દૂધિયા તળાવથી નિજ મંદિર સુધી 400થી વધુ પગથિયા છે. વૃદ્ધો અને બિમાર લોકો માટે આ પગથિયા ચઢવા મુશ્કેલી થતી હતી. હવે નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો તમામ લોકો સરળતાથી માતા દર્શન કરી શકશે. 

રોપ-વેને લંબાવવાની મંજૂરી મળી

કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ પાવાગઢમાં રોપ-વેને મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે. એક જોઇન્ટ મોનિટરિંગ સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ તાજેતરમાં સ્થળ પર તપાસ કરી છે અને રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મંદિર સુધી રોપ-વે જાય તે માટે બે તબક્કામાં આગામી બે મહિનામાં 100 કરોડના ખર્ચ  સાથે કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.

આ સમાચાર શેર કરો