સાબરકાંઠા / હિંમતનગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટના, નિવૃત પોલીસકર્મી અને પત્નીની હત્યા
સાબરકાંઠા / હિંમતનગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. હિંમતનગર શહેરના રામનગર વિસ્તારમાં ઘટના

સાબરકાંઠા / હિંમતનગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. હિંમતનગર શહેરના રામનગર વિસ્તારમાં ઘટના બની છે.
હિંમતનગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં નિવૃત્ત પોલીસકર્મીના ઘરે આવેલા લૂંટારૂએ 2 લોકોની હત્યા કરી છે. નિવૃત પોલીસકર્મી અને તેમની પત્નીની હત્યા કરી લૂંટ ચલાવાઈ છે. તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ધોળા દિવસે જ લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા ઉપર અનેક સવાલ ઉઠ્યા છે. મર્ડરની ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
પોલીસ હાલ તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રહી છે. સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ શરુ કરી છે.






