Rajkot news: રાજકોટના ભક્તિનગરમાં લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલાયો, બે આરોપી સકંજામાં
Rajkot news: રાજકોટ શહેરમાં આવેલા ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ અગ

Rajkot news: રાજકોટ શહેરમાં આવેલા ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ અગાઉ વાલકેશ્વર સોસાયટીમાં બરકત લાખાણી નામની વૃદ્ધાની હત્યા કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી આરોપી પલાયન થઈ ગયા હતા. જેને રાજકોટ ક્રાઈમ બ્રાંચે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કિશન વાઢેર અને સ્નેહલબા ગોહિલ નામના બે આરોપીઓને દબોચી લીધા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટના ભક્તિનગરમાં છ જૂને વૃદ્ધા પાસેથી સોનાના દાગીના તેમજ રોકડ રૂપિયાની લૂંટ કરી આરોપીઓઓ વૃદ્ધાની હત્યા નિપજાવી હતી. જે બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. કેસ દાખલ થતા પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં બંને આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી લૂંટ વિથ મર્ડર કેસ ઉકેલ્યો હતો. બંને આરોપીઓ લૂંટ હત્યાની કબૂલાત આપી હતી. બંને આરોપી ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોય અને ડિલિવરી ગર્લ તરીકે કામ કરતા હતા,છેલ્લા બે મહિનાથી નોકરી છોડી દેતા રૂપિયાની જરૂરિયાત પુરી કરવા વૃદ્ધની હત્યા અને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ વૃદ્ધાની હત્યા કરીને મૃતકના અંદાજે સાત લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવી લીધી હતી.
આરોપી સ્નેહલ પહેલા ગોલ્ડ લોન આપતી કંપનીમાં નોકરી કરતી હોય તે મૃતક બરકત લાખાણીના સંપર્કમાં આવી હતી અને તેની પાસે આટલું સોનું છે તે તેને ખ્યાલ હતો. જેથી આરોપીઓ એકબીજાને ઓળખતા હતા. જે બાદ આરોપીઓએ લૂંટ અને હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જો કે, પોલીસે સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડયા હતા.






