અમદાવાદ: સોનાના વેપારી પર ફાયરિંગ કરી લૂંટારૂએ લૂંટ ચલાવી, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી લૂંટના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગાંધીરોડ પર

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી લૂંટના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગાંધીરોડ પર ફતાસા પોળ પાસે સોનાના વેપારી પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી છે.
ફતાસા પોળ પાસે લૂંટ વિથ ફાયરિંગનો બનાવ
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં ગાંધીરોડ પર ફતાસા પોળ પાસે લૂંટ વિથ ફાયરિંગનો બનાવ બન્યો છે. જ્યાં સોનાના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. વેપારીને પેટના ભાગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ખાડીયા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. લૂંટારૂઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે, સતાધારમા નવરંગ ટાવરમાં વાસણની દુકાન ધરાવતા વેપારી લૂંટાયો હતો. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને લૂંટારાઓને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી હતી.






