મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં રોડ કે ખાડા? વાહનચાલકો ત્રાહિમામ!

વડોદરા શહેરના વાડી-ગાજરાવાડી વિસ્તારમાં માર્ગની અત્યંત બિસ્માર હાલત સામે આવી છે. મહાનગરપાલિકાના પાપે નજીવા

તસવીર: gstv

વડોદરા શહેરના વાડી-ગાજરાવાડી વિસ્તારમાં માર્ગની અત્યંત બિસ્માર હાલત સામે આવી છે. મહાનગરપાલિકાના પાપે નજીવા વરસાદમાં જ રસ્તાઓ પર મોટા-મોટા ખાડા પડી ગયા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ, તે સમજવું મુશ્કેલ બન્યું છે. વરસાદી પાણી ભરાઈ જવાથી ખાડાઓ દેખાતા નથી, જેના કારણે ટુ-વ્હીલર ચાલકો માટે અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે.સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવતું નથી. ખરાબ રસ્તાઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકોએ વહેલી તકે રોડનું સમારકામ કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો