VIDEO: વડોદરામાં મનપાની પોલ ખૂલી! સામાન્ય વરસાદમાં જ સયાજીગંજ થયું 'બેટ', નાગરિકોમાં ભારે આક્રોશ
વડોદરામાં મેઘરાજાના સામાન્ય આગમન સાથે જ મનપાના પ્રી-મોન્સૂન કા

વડોદરામાં મેઘરાજાના સામાન્ય આગમન સાથે જ મનપાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે. માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ સયાજીગંજનો પરશુરામ ભઠ્ઠા વિસ્તાર જળબંબાકાર થયો છે. આશ્ચર્યની વાત એ છે કે, જે વિસ્તારોમાં અગાઉ ક્યારેય પાણી નહોતા ભરાતા, ત્યાં આજે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. મહારાજાનગર, રણજીતનગર અને જયઅંબે નગર સહિતના વિસ્તારોમાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે નાળાની સમયસર સફાઈ ન થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. દર વર્ષે લાખોનો ખર્ચ છતાં પરિણામ 'શૂન્ય' રહેતા લોકોમાં ભારે રોષ છે.




