VIDEO: વડોદરામાં નજીવા વરસાદે ખોલી 'વિકાસ'ની પોલ! રસ્તાઓ પર ખાડા રાજ, મેયર ગીતાબેન પટેલ ભરાયા રોષે
વડોદરા શહેરમાં નજીવા વરસાદે જ ર

વડોદરા શહેરમાં નજીવા વરસાદે જ રોડ રસ્તાઓની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે. કરોડીયા, ભાયલી, અટલાદરા અને દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાડાઓના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. આ મુદ્દે મેયર ગીતાબેન પટેલે રોષ વ્યક્ત કરી જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવતા રોડનું સમારકામ સંબંધિત એજન્સીએ જ કરવું પડશે અને બેદરકારી સહન નહીં કરવામાં આવે. બીજી તરફ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વરસાદી મોસમમાં ફરી એકવાર રોડની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.




