Rajkot news: મ્યુનિ કમિશ્નરના ચેકિંગમાં રોડની કામગીરીનો ભાંડો ફૂટ્યો, મટીરીયલ નબળું નીકળતા બે એન્જિનિયરને નોટિસ
રાજ્યના રાજકોટમાં રસ્તાની કામગીરીમાં ગંભીર બેદરકારી ઝડપાઈ છે. રાજકોટમ

રાજ્યના રાજકોટમાં રસ્તાની કામગીરીમાં ગંભીર બેદરકારી ઝડપાઈ છે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયેલા સરપ્રાઈઝ ચેકિંગમાં ડામર રોડના કામમાં ભાંડો ફૂટ્યો છે. મુખ્યમંત્રીની ટકોર બાદ શહેરના અધિકારીઓ ફિલ્ડમાં ઉતરી સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યા છે. વોર્ડ નંબર 11ના ભીમનગર વિસ્તારમાં ચાલતા ડામર રોડના કામમાં લોલમલોલ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
ડામરની જાડાઈ અને ઉપયોગમાં લેવાયેલ મટીરીયલ નબળું
તપાસ દરમિયાન ડામરની જાડાઈ અને ઉપયોગમાં લેવાયેલ મટીરીયલ નબળું હોવાનું જણાયું હતું. આ મામલે ડામર રોડનું કામ કરતી પ્રદીપ કન્સ્ટ્રકશનને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી એન્જિનિયર આઈ.યુ. વસાવા અને કરાર આધારિત એન્જિનિયર દીપક ભોજાણીને પણ નોટિસ આપવામાં આવી છે.




