મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તીર્થસ્થળના ધાર્મિક, સાંસ્કૃતિક સ્વરૂપ કરતાં વ્યવસાય કરવાનો અધિકાર સર્વોપરી ન હોઈ શકે:સરકાર

સોર્સ: gstv

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરની ૫૦૦ મીટરના વિસ્તારમાં માંસાહારી ખોરાકના વેચાણ અને સેવન પરના પ્રતિબંધના બચાવમાં ગુજરાત સરકારે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સરકારે જણાવ્યું છે કે, કોઈ પણ તીર્થસ્થળના ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્વરૂપ કરતાં વ્યવસાય કરવાનો અધિકાર સર્વોપરી ન હોઈ શકે…હાઈકોર્ટે ખંડપીઠ સમક્ષ સરકારી વકીલે દલીલ કરી હતી કે, છેલ્લા નવ મહિનામાં ૧ કરોડ 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે તેવા આ પવિત્ર ધામને માત્ર વ્યાપારી કેન્દ્ર ન ગણી શકાય. ઋષિકેશ અને હરિદ્વારની જેમ અહીં પણ પ્રતિબંધ વ્યાજબી છે. છ રેસ્ટોરન્ટના માલિકોએ આ જાહેરનામાને પડકાર્યું છે, જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી

આ સમાચાર શેર કરો