મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લિવ-ઇન રિલેશનશિપ અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં મહત્વનો ચૂકાદો

સોર્સ: gstv

ગુજરાત હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપ અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપો અંગે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ અવલોકન કર્યું છે કે જો બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિથી સાથે રહેવા અને અલગ થવાના લેખિત કરારો થયા હોય, તો લગ્નના ખોટા વચન આપી બળાત્કાર કરવાનો આરોપ સાબિત કરવો મુશ્કેલ બની જાય છે. આ કેસમાં લિવ-ઇન સંબંધો પૂર્ણ થયા બાદ મહિલાએ પુરુષ સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, હાઇકોર્ટે નોંધ્યું કે સંબંધની શરૂઆતથી જ પુરુષનો ઇરાદો છેતરપિંડી કરવાનો હતો કે નહીં તે બાબત નિર્ણાયક છે. પક્ષકારોના લાંબા સમયના સહજીવન, લેખિત કરાર અને તેમના વર્તનને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો છે અને આરોપી પુરુષને નિર્દોષ ઠેરવતો આદેશ બહાલ રાખ્યો છે.

આ સમાચાર શેર કરો