મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: લિવ-ઇનમાં રહેતાં પ્રેમીપંખીડાંનાં રહસ્યમય મોત, ડુમસના દરિયાકિનારે મળ્યા ગંભીર હાલત

સુવાળા સંબંધોનો અંજામ કરુણ આવતા હોવાના એકથી વધુ બનાવો સામે આવ્યાં છે. ત્યારે સુરતમાં લિવ ઈનમાં રહેતા યુવક યુવતીનું રહસ

Surat News: લિવ-ઇનમાં રહેતાં પ્રેમીપંખીડાંનાં રહસ્યમય મોત, ડુમસના દરિયાકિનારે મળ્યા ગંભીર હાલત

સુવાળા સંબંધોનો અંજામ કરુણ આવતા હોવાના એકથી વધુ બનાવો સામે આવ્યાં છે. ત્યારે સુરતમાં લિવ ઈનમાં રહેતા યુવક યુવતીનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડુમસ દરિયા કિનારે બંને ગંભીર હાલતમાં મળી આવ્યા બાદ બંનેને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું હતું. 

યુવક બેકાર હતો

વરાછા વિસ્તારમાં રત્નકલાકાર તરીકે કામ કરતા કાંતિભાઈ ડોબરીયા રહે છે. તેમનો એકનો એક પુત્ર એવો 32 વર્ષીય યુવક ભૌમિક કાંતિભાઈ ડોબરીયા સાથે પરિવાર દ્વારા એક વર્ષથી સંપર્ક કાપી નાખવામાં આવ્યો હતો. ભૌમિક બેકાર હતો અને કોઈ કામ ધંધો કરતો ન હતો. દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં ભૌમિક ઉધના વિસ્તારમાં રહેતી 24 વર્ષીય દીક્ષિતા નરેન્દ્રભાઈ ચૌહાણ સાથે ભાગી ગયા હતા. દિક્ષિતા પણ પરિવારની એકની એક દીકરી છે અને તેને એક ભાઈ છે. જેથી દિક્ષિતાના પરિવારજનો દ્વારા તમામને પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી. 

ભાગીને લગ્ન કર્યા હતા

દિક્ષિતા પોલીસમાં હાજર થઈને તેને ભૌમિક સાથે રહેવાનું કહેતા પરિવાર એ પણ સંમતિ આપી દીધી હતી. ભૌમિક અને દિક્ષિતા રાજસ્થાનના સરહદી વિસ્તારમાં લિવ ઈનમાં રહેતા હતા. ભૌમિકનો પરિવાર સાથે ક્યારેક ક્યારેક જ ફોન પર સંપર્ક થતો હતો. જોકે દીક્ષિતાનો તેના પરિવાર સાથે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી. ભૌમિક શું કામ ધંધો કરતો હતો અને કઈ રીતે અને ક્યાં રહેતા હતા તેના પરિવારને કંઈ પણ જાણ ન હતી. 

પરિવારે સ્વીકારવાની ના પાડી

ભૌમિક અને દિક્ષિતા બંને બે દિવસ માટે સુરત પિતા કાંતિભાઈ ના ઘરે આવ્યા હતા. ત્યારે બંને દીક્ષિતાના પરિવારને પણ મળ્યા હતા. આ બંને એકદમ સારી રીતે રહેતા હોય તે પ્રકારની વાતચીત કરી હતી. ત્યારબાદ બંને પરત રાજસ્થાન જતા રહ્યા હતા. દરમિયાન થોડા દિવસ પહેલા આ બંને ઇન્દોર થી ટ્રેનમાં સુરત આવ્યા હતા. ત્યારબાદ પરિવારને જાણ કરી ન હતી અને સીધા ડુમ્મસ દરિયા કિનારે જતા રહ્યા હતા. ગતરોજ ભૌમિકે ફોન કરીને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી ત્યારબાદ બંનેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તપાસીને દિક્ષિતાને મૃત જાહેર કરી હતી. 

આ સમાચાર શેર કરો