મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વારંવાર થતા ભાવવધારાથી રિક્ષાચાલકોમાં રોષ

વારંવાર થતા ભાવવધારાથી રિક્ષાચાલકોમાં રોષ — સોર્સ: gstv

અદાણી કંપની દ્વારા CNGમાં વારંવાર થતા ભાવ વધારાથી રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેસના ભાવમાં સતત વધારો થતો હોવા છતાં રિક્ષાના ભાડામાં તે પ્રમાણે વધારો થતો નથી, તેવી રજૂઆતો રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવી છે..અગાઉ વાહન વ્યવહાર કમિશનર સાથે બેઠક કર્યા બાદ ભાડામાં વધારો કરવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ તે સમયે પણ રિક્ષા ચાલકોને જોઈએ તેટલો ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો ન હતો. તેમજ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ ભાડામાં કોઈ વધારો કરવામાં ન આવતા રિક્ષાચાલકોએ બંધ પાળી વિરોધ કર્યો હતો. પરંતુ તેમ છતાં રિક્ષા ચાલકોની માંગણીઓ સ્વીકારવામાં આવી ન હતી.. હવે ફરી CNGમાં ભાવ વધારો ઝિંકાતા રિક્ષાવાળાઓની મુશ્કેલી વધી છે.

આ સમાચાર શેર કરો