મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તાપીના વાલોડમાં શાળા કેમ્પસમાં જીવંત વીજતાર તૂટી પડતાં ભારે અફરાતફરી

તાપીના વાલોડમાં શાળા કેમ્પસમાં જીવંત વીજતાર તૂટી પડતાં ભારે અફરાતફરી — સોર્સ: gstv

તાપીના વાલોડ તાલુકાના ભીમપોર ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં જીવંત વીજતાર તૂટી પડતાં અફરાતફરી મચી ગઈ હતી. શાળાના શેડ પર કુંભિયા ખેતીવાડી વીજલાઇનનો તાર તૂટી પડ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 29 બાળકોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અગાઉ પણ વારંવાર વીજતાર તૂટી પડવાની ઘટનાઓ બની છે. વારંવારની આ સમસ્યાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીજતંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો