Video: સુર્યાં-અંત સે આરંભ તક નામની ફિલ્મનો ઉગ્ર વિરોધ

મહેસાણામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સૂર્યા-અંત સે આરંભ તક નામની ફિલ્મનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.. આ બાબતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને સત્તાવાર પત્ર લખીને ગંભીર રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનનો મુખ્ય આક્ષેપ છે કે આ ફિલ્મમાં તબીબી વ્યવસાયની છબીને જાણી જોઈને ખરડવામાં આવી રહી છે. ફિલ્મમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ પર થતા હુમલાના દ્રશ્યો દર્શાવવાને લઈને તબીબોમાં ભારે નારાજગી ફેલાઈ છે. તબીબોની સુરક્ષા અને દર્દીઓ વચ્ચેના ભરોસા પર આ પ્રકારના દ્રશ્યોથી મોટું જોખમ ઊભું થવાની ભીતિ છે. આ સંદર્ભે ફિલ્મની નિષ્પક્ષ સમીક્ષા કરી તેમાં ત્વરિત યોગ્ય સુધારા કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરાઈ છે. જો આ માеરે યોગ્ય પગલાં ન લેવાય તો જરૂર પડ્યે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરવામાં આવી છે.






