મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના રાજગઢ નજીક રખડતા ઢોર સાથે રીક્ષાની ટક્કર, એકનું મોત બે ઘાયલ

ગુજરાતમાં માર્ગ અકસ્માત અટકાઈ જ નથી રહ્યા, સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં છેલ્લા એક મહિના

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના રાજગઢ નજીક રખડતા ઢોર સાથે રીક્ષાની ટક્કર, એકનું મોત બે ઘાયલ

ગુજરાતમાં માર્ગ અકસ્માત અટકાઈ જ નથી રહ્યા, સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં છેલ્લા એક મહિનાના સમયગાળામાં 18 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

 સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક મહિનામાં 18ના મોત

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાજગઢ નજીક અકસ્માત સર્જાયો હતો. રખડતા ઢોર સાથે રીક્ષાની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ રીક્ષામાં સવાર બે પેસન્જરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બે મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

બન્ને મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ઘટનાને પગલે પોલસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો