નિકોલમાંથી ગુમ થયેલા યુવકની હત્યા મામલે મોટો ખુલાસો, મિત્રોએ દારૂ પીવડાવી નાખી દીધો કેનાલમાં
અમદાવાદ: નિકોલમાંથી ગુમ થયેલા યુવક મામલે મોટો ખુલાસો થયો છે. જયેશ વણઝારા નામનો યુવક 9 ફેબ્રુઆરીએ

અમદાવાદ: નિકોલમાંથી ગુમ થયેલા યુવક મામલે મોટો ખુલાસો થયો છે. જયેશ વણઝારા નામનો યુવક 9 ફેબ્રુઆરીએ થોડીવારમાં ઘરે પાછો આવવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જયેશ ઘરે પરત ન ફરતા પરિવારે નિકોલ પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જો કે સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ભેદ ઉકેલાયો છે.
પોલીસ તપાસમાં જયેશ વણઝારાના ગુમ થવા પાછળ સચિન ઉર્ફે કાનો પંચાલ અને વિવેક ખત્રીના હાથ હોવાનું ખુલ્યું છે. જયેશ વણઝારાના બેંક ખાતામાં 18 લાખ રૂપિયા હોવાનું આરોપીઓ જાણતા હતા. જયેશ વણઝારાને માર મારી પૈસા ઉપાડી લેવાનું કાવતરું રચ્યું હતું. આરોપીઓએ જયેશને દારૂ પીવા માટે આમંત્રિત કર્યો હતો. રાયપુર ગામની નર્મદા કેનાલ પાસે જયેશને લઈ જઈ દારૂમાં નશીલી દવા મિક્સ કરી પીવડાવી હતી.બેભાન થયા બાદ વિવેક ખત્રીએ જયેશ વણઝારાનો મોબાઇલ લઇ 5500 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓએ જયેશ વણઝારાને કેનાલમાં ફેંકી હત્યા કરી દીધી હતી. આરોપીઓએ જયેશ વણઝારાનું મોટરસાયકલ રસ્તામાં મૂકી ફરાર થઇ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક પુરાવા અને કબૂલાતના આધારે આરોપીઓએ નાણાં હડપવા માટે જયેશ સરદારભાઈ વણજારાનું હત્યા કરી હોવાનું સાબિત થયું છે.






