મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાલ મંદિરથી સાથે ભણતા 24 વિદ્યાર્થીઓનું 24 વર્ષે મિલન, જે.એલ. હાઈસ્કૂલમાં જૂની યાદો તાજી કરી 

1988માં શિશુવર્ગમાં સાથે ભણતા 24 વિદ્યાર્થી મિત્રોનું 24 વર્ષ બાદ રિયુનિયન. મણિનગર ખાતે આવેલી જીવકોરબા

બાલ મંદિરથી સાથે ભણતા 24 વિદ્યાર્થીઓનું 24 વર્ષે મિલન, જે.એલ. હાઈસ્કૂલમાં જૂની યાદો તાજી કરી 

1988માં શિશુવર્ગમાં સાથે ભણતા 24 વિદ્યાર્થી મિત્રોનું 24 વર્ષ બાદ રિયુનિયન. મણિનગર ખાતે આવેલી જીવકોરબાઈ લલ્લુભાઈ ટ્રસ્ટની જે.એલ હાઈસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓનું રિયુનિયન યોજાયું હતું. 

1988માં આ શાળામાં વિદ્યાર્થીઓએ શિશુવર્ગમાં સાથે પ્રવેશ લીધો હતો. તેઓ ધોરણ-12 સુધી એક જ ક્લાસમાં સાથે ભણ્યા હતા. તાજેતરમાં જ આ 25 મિત્રોનું શાળા ખાતે રિયુનિયન યોજાયું હતું. સ્કુલના ટ્રસ્ટી હિમાંશુભાઈ શાહ તથા આ બેચને ગણિત ભણાવનારા શિક્ષક પ્રજ્ઞેશ શાહ દ્વારા વિદ્યાર્થીઓને યાદગીરી રૂપે સ્કુલડ્રેસમાં લગાવવામાં આવતો બેજ આપવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત તમામ મિત્રોએ પોતાના જૂના ક્લાસમાં બેસીને પ્રાર્થના કરી હતી. શિક્ષકે તેમને જીવનના પાઠ ભણાવ્યા હતા. ત્યારબાદ તમામ મિત્રોએ રાષ્ટ્રગીતનું પઠન કર્યું હતું. મેડિકલ, મીડિયા, ગારમેન્ટ, હોસ્પિટાલિટી, એજ્યુકેશન, બેન્કિંગ, રેસ્ટોરાં જેવા  વિવિધ ક્ષેત્રમાં સુંદર કામ કરી રહેલા મિત્રો 24 વર્ષ બાદ મળ્યા હતા.

આ સમાચાર શેર કરો