મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: સરકારે બદલીના નિયમો જાહેર ન કરતા રોષ, આમરણાંત ઉપવાસ પર H-TAT શિક્ષકો

રાજ્યમાં નવા આંદોલનની શરૂઆતના એંધાણ સામે આવ્યા છે. H-TATના બદલીના નિયમો જાહેર ન કરતા

ગાંધીનગર: સરકારે બદલીના નિયમો જાહેર ન કરતા રોષ, આમરણાંત ઉપવાસ પર H-TAT શિક્ષકો

રાજ્યમાં નવા આંદોલનની શરૂઆતના એંધાણ સામે આવ્યા છે. H-TATના બદલીના નિયમો જાહેર ન કરતા શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે અને લડી લેવાની જાહેરાત પણ કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણીમાં આમરણાંત ઉપવાસ સાથે જ ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

અગાઉ પણ આ જ માંગણીને લઈને કાર્યક્રમ જાહેર કરાયો હતો. પરંતુ, તે સમયે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટૂંક સમયમાં નિયમો જાહેર કરવાનું વચન આપીને અપીલ કરી હતી. આ અપીલને ધ્યાનમાં રાખીને સંઘે સંપૂર્ણ કાર્યક્રમ રદ્દ કર્યો હતો. 


H-TAT મુખ્ય શિક્ષકોની માંગ 

H-TAT મુખ્ય શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી સહિત અન્ય નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ માટે વારંવાર આંદોલનો પણ કરવામાં આવ્યાં પરંતુ સરકારે કોઈને કોઈ રીતે આંદોલનો શાંત કર્યા છે. છેલ્લે આમરણ ઉપવાસનું આંદોલન કર્યુ હતું અને અલ્ટીમેટમ આપ્યું હતું ત્યારે સરકારે કહ્યુ હતું કે, 15 જુલાઈ સુધીમાં તમામ નિયમો બનાવીને જાહેર કરી  દેવામાં આવશે. 

આ સમાચાર શેર કરો