છોટાઉદેપુરમાં આઉટ સોર્સના કર્મચારીઓનો પગાર ઓછો ચૂકવાતા હોવાના આક્ષેપ સાથે ક્લેક્ટરને રજૂઆત
છોટાઉદેપુર જિલ્લામાં આઉટ સોર્સના કર્મચારીઓનો પગાર ઓછો થવા અને આઉટસોર્સની કંપની દ્વ

છોટાઉદેપુર જિલ્લામાં આઉટ સોર્સના કર્મચારીઓનો પગાર ઓછો થવા અને આઉટસોર્સની કંપની દ્વારા કર્મચારીઓને ઓછો પગાર ચૂકવવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ભાજપના યુવા નેતા અને કવાંટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી ચેરમેન પિન્ટુભાઇ રાઠવા એ જિલ્લા કલેકટરને પત્ર લખી તપાસ કરવા માંગ કરી છે.
2888 ઓછા ચૂકવાતાના આક્ષેપ
છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને જિલ્લા ભાજપના યુવા નેતા પીન્ટુભાઇ રાઠવાએ જિલ્લા કલેકટરને એક પત્ર લખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. પીન્ટુભાઇ રાઠવાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છોટાઉદેપુર જિલ્લામાં અનેક કર્મચારીઓ આઉટ સોસિંગમાં ફરજ બજાવે છે. જેઓને આઉટ સોસિંગમાં એજન્સી દ્વારા ચૂકવવામાં આવતા મહેનતાનામાં ભારે વિસંગતતા જોવા મળે છે. કર્મચારીઓને પગાર 19,727 મળે છે. જેમાંથી કપાત તરીકે P.Fના 1,500, PTના 200, અને GSTના 3,008 રૂપિયા કપાય છે. તેમજ 620 રૂપિયા એજન્સીનો સર્વર ચાર્જ હોય છે. તે બધું કર્યા બાદ 14,599 ની રકમ થાય છે. તેમ છતાં કર્મચારીઓને 12,511 રૂપિયા અપાય છે. તો આમ કર્મચારી દીઠ 2,888 રૂપિયા ઓછા શા માટે અપાય છે? તે એક પ્રશ્ન અહીંયા થાય છે.
તપાસની માગ
પીન્ટુભાઇ રાઠવાએ સીધો આક્ષેપ કર્યો છે કે, જે આઉટ સોસિંગની જે એજન્સીઓ છે. તે મોટાપાયે ભ્રષ્ટાચાર કરતા હોય અને આમાં મોટું કૌભાંડ હોય તેવો આક્ષેપ કર્યો છે. તેઓએ કહ્યું છે કે, આવી એજન્સીઓને કાઢીને સરકાર દ્વારા તેઓ નિયમ બનાવવામાં આવે કે, જે તે કચેરી દ્વારા જ કર્મચારીઓનો પગાર થાય તો કર્મચારીઓને પૂરેપૂરો પગાર મળી શકે પરંતુ જે આઉટ સોસિંગની જે એજન્સીઓ છે. તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતી હોવાનો પીન્ટુભાઇ રાઠવાએ આક્ષેપ કરતા એક નવું કૌભાંડ બહાર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પીન્ટુભાઇ રાઠવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી સમગ્ર બાબતની તપાસ કરવા વિનંતી સાથે માંગ કરી છે.








