મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શહેરા નગરપાલિકામાં સફાઈ કામદારોને લઘુતમ વેતન ન મળતા રજૂઆત

શહેરા નગરપાલિકાના સફાઈ કામદારોને શ્રમ આયુક્તના નિયમ મુજબ લઘુત્તમ વેતન ન મળતું હો

શહેરા નગરપાલિકાના સફાઈ કામદારોને શ્રમ આયુક્તના નિયમ મુજબ લઘુત્તમ વેતન ન મળતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય શ્રમિક સંઘ અને સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરાઈ છે.શ્રમિક સંઘના આક્ષેપ મુજબ, નિયમ અનુસાર દૈનિક લઘુતમ વેતન 512 મળવું જોઈએ, જેના બદલે હાલમાં માત્ર 451 ચૂકવવામાં આવે છે. સંગઠને નવા પરિપત્ર મુજબ પૂરેપૂરું વેતન ચૂકવવાની માંગ કરી છે. રજૂઆતના પગલે ચીફ ઓફિસરે બાંહેધરી આપી છે કે ચાલુ માસથી જ તમામ શ્રમિકોને નિયમ મુજબ પૂરેપૂરું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવશે.

આ સમાચાર શેર કરો