મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:શહેરામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન

પંચમહાલના શહેરામાં સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. અણીયાદ ચોકડી વિસ્તા

પંચમહાલના શહેરામાં સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી મારુતિનંદન અને પંચવટી સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. અહીં સોસાયટીના રસ્તાઓ પર ૧ થી ૩ ફૂટ જેટલા ગંદા પાણી ભરાઈ ગયા છે, જેને કારણે સ્થાનિકો અને ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં પાલિકાતંત્રની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, વિવાદ વધતા પાલિકા દ્વારા જેસીબી મશીન કામે લગાડીને પાણીના નિકાલની તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક લોકોમાં તંત્રની લાપરવાહી સામે રોષ યથાવત છે.

આ સમાચાર શેર કરો