મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : શહેરા તાલુકામાં વિવિધ સ્થળોએ ૩૦૦થી વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા અપીલ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા વનવિભાગ અને સામાજ

 
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા વનવિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શહેરા નગર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણને બચાવવાનો સંદેશ આપતાં મુખ્ય તળાવ વિસ્તાર, સલામપુર રાષ્ટ્રીય વન ઉદ્યાન સહિત મરડેશ્વર, વાંટાવછોડા, દલવાડા અને વાઘજીપુર ખાતે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રીની અધ્યક્ષતામાં 300થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વન અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ, ભાજપ અગ્રણીઓ અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષોનું ઘટતું પ્રમાણ અને પર્યાવરણ પર પડતી અસરને ધ્યાનમાં રાખી વધુ હરિયાળી માટે અપીલ પણ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો