મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતી સંગીત તરફ બોલીવૂડના ગાયકો પણ આકર્ષાય રહ્યા છે, લોકોએ કહ્યું, આ આપણી ભાષાની સમૃદ્ધિ

ગુજરાતમાં હિન્દી અને અંગ્રેજી સહિતની ભાષાઓની ફિલ્મો મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. ત્યારે માતૃભાષાની ફિલ્મો

ગુજરાતી સંગીત તરફ બોલીવૂડના ગાયકો પણ આકર્ષાય રહ્યા છે, લોકોએ કહ્યું, આ આપણી ભાષાની સમૃદ્ધિ

ગુજરાતમાં હિન્દી અને અંગ્રેજી સહિતની ભાષાઓની ફિલ્મો મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. ત્યારે માતૃભાષાની ફિલ્મો વધુ જોવામાં આવે તથા સ્થાનિક મુદ્દાઓ અને કુરિવાજોને દૂર કરવા માટે મનોરંજનની સાથે મેસેજ આપતી ફિલ્મો જોવામાં દર્શકોને પણ ઉત્સાહ હોવાનું જોવા મળ્યું હતું. લાઈફ એક સેટલમેન્ટ નામની ફિલ્મ જોવા આવનારા દર્શકોએ કહ્યું કે, પરિવાર સાથે જોઈ શકાય તેવી મનોરંજક ફિલ્મ હોવાથી તમામ ગુજરાતીઓએ એકવાર અચૂક જોવી જોઈએ.

ફિલ્મમાં અભિનય આપનારી સ્વેતા સેનએ કહ્યું કે, દાસારામ ઈન્ફા એન્ડ ફિલ્મસ પ્રોડક્શન પ્રસ્તુત અને એન્ડ ઓમ આરતી ફિલ્મસ દ્વારા  ડ્રામા, એક્શન અને ગીત સંગીત સાથેની આ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં કુમાર શાનુ સહિતના કલાકારોએ ગીતો ગાયા છે. જેના પર અભિયન કરવાની ખૂબ મજા આવી છે. લાઈફને સેટલમેન્ટ તરિકે નહીં. પરંતુ, ઉત્સવની જેમ જીવવી જોઈએ. સમાજના સળગતા પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં નિર્માતા પ્રવિણ સોલંકી (સગર) છે અને દિગ્દર્શન ઘનશ્યામ તળાવિયાએ કર્યુ છે. 

ફિલ્મ માણનારા મહિલાઓએ કહ્યું કે, આ ફિલ્મમાં મમતા સોની, પ્રેમ ગઢવી સહિતના કલાકારોએ અભિનય આપ્યો છે. આ ફિલ્મ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે. પરિવાર સાથે મનોરંજન મળી રહે અને તથા ગીતો પણ સુંદર છે. વર્તમાન સમયનો સળગતો પ્રશ્ન આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાંથી અનેક બહેન દીકરીઓ પસાર થઈ રહી છે. જેથી આવી ફિલ્મો વધુ બને તે ખૂબ જરૂરી છે. સાથે જ દરેક લોકો આ ફિલ્મને નિહાળે તે પણ એટલી જ જરૂરિયાત છે.

આ સમાચાર શેર કરો