પાલનપુરમાં એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત, બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે જાહેરનામું બ

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ડીસા અને અમદાવાદ તરફ જતા ભારે વાહનોને હવે ડાયવર્ઝન આપવામાં આવશે. 24 ફેબ્રુઆરીતી 17 માર્ચ સુધી જાહેરનામાનો અમલ કરવાનો રહેશે.
એરોમા સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઓછુ થશે
પાલનપુર એરોમા સર્કલ પર અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આબુરોડથી ડીસા અને આબુરોડથી અમદાવાદ જતા ભારે વાહનો માટે આ જાહેરનામું બહાર પડાયું છે. તારીખ 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી જાહેરનામાનો અમલ કરવાનો રહેશે.
આબુરોડથી ભારે વાહન ડીસા તરફ જતા હોય તેમને ચિત્રાસણી-વાગરોલ થઇને ડીસા તરફ જવું પડશે જ્યારે અમદાવાદ તરફ જતા ભારે વાહનોએ ધનિયાણા ચોકડી થઇ જગાણા થઇને અમદાવાદ તરફ જવાનું રહેશે.આગામી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે મુશ્કેલી ના પડે તે માટે બનાસકાંઠા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનારા ભારે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પાલનપુરવાસીઓને થોડો સમય ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે.





