સાચવજો: આવતીકાલે અમદાવાદમાં રેડ એલર્ટ, તાપમાન 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતાઓ
ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે હીટવેવની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતના એ

ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે હીટવેવની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતના એક જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.રાજ્યમાં બનાસકાંઠા,સાબરકાંઠા,વલસાડ,આણંદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ
અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરનું તાપમાન 45 કે તેથી વધુ જશે તેનું અનુમાન હવામાન વિભાગે લગાવવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીને લઈને AMCએ સાવચેતી રાખવા અપીલ કરી છે. સાથે સાથે આગામી પાંચ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
કેટલાક શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ
સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.અમરેલી, સાબરકાંઠા, યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી નોંધાયુ
સુરેન્દ્રનગરમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી નોંધાયુ છે. રણ વિસ્તારમાં મહત્તમ તાપમાન 58 ડિગરીએએ પહોંચ્યુ છે. અંગ દઝાડતી ગરમીના કારણે તંત્રએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.
કાળઝાળ ગરમીથી સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તાઓ સુમસામ બન્યા છે. હજુ પણ આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી. .અમદાવાદવાસીઓને આગામી પાંચ દિવસ ગરમીથી રાહત નહીં મળે.








