VIDEO: Ahmedabadમાં કાર સીઝ કરવા આવેલા રિકવરી એજન્ટોનો ટ્રાવેલર્સ સંચાલકો પર હુમલો, કારમાં તોડફોડ
Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં કાર સીઝ કરવા આવેલા
Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં કાર સીઝ કરવા આવેલા રિકવરી એજન્ટની ખુલ્લેઆમ દાદાગીરીનો મામલો સામે આવી રહ્યો છે. ચોલા મંડલમ ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટોની ટોળકી દ્વારા ચાકુ, પથ્થર અને ડંડા વડે ટ્રાવેલર્સ સંચાલકો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે.
ચોલા મંડપમ ફાઈનાન્સ કંપની વતી રિકવરી કરનાર આરજે બ્રધર્સ કંપનીના એજન્ટોની દાદાગીરીની ઘટના સામે આવી છે. આર.જે બ્રધર્સ કંપનીના એજન્ટો લોનના હપ્તા ચડી જતા કાર સીઝ કરવા ગયા હતા. કાર સીઝ કરવા મુદ્દે નવીન કુમાર નાયક સાથે માથાકૂટ થઈ હતી. નવીન નાયકે તેના સંબંધિ દિનેશ, રાજવીર, શ્રવણ, કિશોર અને વિશાલને બોલાવ્યા હતા.
કાર સીઝ કરવા મુદ્દે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં ઘેમર રબારીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. રિકવરી એજન્ટોની ટોળકીએ લાકડાના દંડા, છરી અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. તેમજ સ્વીફ્ટ અને ઇનોવા કારના કાચ ફોડી નાખ્યા હતા. મારામારીમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર મામલે દિલીપ રાવલ, ઘેમર રબારી અને અન્ય ત્રણ લોકો વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે.






