VIDEO: Suratમાં બેફામ કારચાલકે 3 વર્ષના માસૂમને લીધો અડફેટે, સંતાનના મોતથી પરિવારમાં શોક
સુરતમાં અકસ્માતોના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બ
સુરતમાં અકસ્માતોના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક બેફામ કારચાલકે ત્રણ વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે માતા-પિતા આઘાતમાં સરી પડ્યા છે. માતા પોતાના ત્રણ વર્ષના માસૂમ દીકરાનો મૃતદેહ લઈને પોસ્ટમોર્ટમ બહાર કલ્પાંત કરી રહી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી વાલક નગર ખાતે ત્રણ વર્ષીય આરવ સૂરજ યાદવ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા છે. આરવ પોતાના ઘરની પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી અને ત્યારબાદ ભાગી ગયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, આરવને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.



