મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ', મહેસાણા બાદ વડોદરા ભાજપના કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફર

'કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ', મહેસાણા બાદ વડોદરા ભાજપના કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાજપનો આ કાર્યકર્તા ચૂંટણી દરમિયાન ભાજપના આગેવાનો સાથે સક્રિય હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે. 

બળજબરીપૂર્વક તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું

નંદેસરી પોલીસ મથકમાં પરણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાત્રે જ્યારે તે સૂતી હતી તે દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ (રહે. કૃષ્ણનગર, અનગઢ ગામ, વડોદરા) નામનો વ્યક્તિ તેના ઘરે ઘૂસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આકાશે આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો.

પીડિતાના ફોનમાં વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી

આ ઉપરાંત પીડિતાના ફોનમાં વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી હોવાની વાત પણ પરણિતાએ કરી હતી. આ અંગે પીડીતાએ પરિવારજનોને જાણ કરતાં તેમણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો