મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોપ્યુલર બિલ્ડર ગ્રુપના રમણ પટેલ 10 દિવસના રિમાન્ડ પર, જમીન પચાવવા મામલે 8 વિરુદ્ધ હતી ફરિયાદ

પોપ્યુલર બિલ્ડર ગ્રુપના રમણ પટેલ ટ્રાન્સફર વોરંટથી સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. રમણ પટેલ પર વડીલ

પોપ્યુલર બિલ્ડર ગ્રુપના રમણ પટેલ 10 દિવસના રિમાન્ડ પર, જમીન પચાવવા મામલે 8 વિરુદ્ધ હતી ફરિયાદ

પોપ્યુલર બિલ્ડર ગ્રુપના રમણ પટેલ ટ્રાન્સફર વોરંટથી સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી  છે. રમણ પટેલ પર વડીલો પાર્જીત જમીનને બનાવટી દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે. રમણ પટેલને આગામી 11 માર્ચ સુધી સીઆઈડી ક્રાઈમની કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ રાખવામાં આવશે.

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ પટેલ અને તેમની સાથેના સાત મળતિયા સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વેજલપુરના મકરબા ગામની સીમમાં આવેલી વડીલો પાર્જીત જમીન મહિલાના નામે હતી. મહિલાના મૃત્યુ બાદ રમણ પટેલ અને તેની ઠગ કંપનીએ બનાવટી દસ્તાવેજો અને અંગુઠાના નિશાન ઉભા કરીને મૃતક મહિલાની જમીન પચાવી પાડી હતી. આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે આઠ આરોપીમાંથી પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કર્યા અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી. કોર્ટે આરોપી રમણ પટેલના આગામી 11 માર્ચ બપોરે બે વાગ્યા સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

શહેરના મકરબા ગામની સીમમાં આવેલી વડીલો પાર્જીત જમીનને પચાવી પડવાના કાવતરા અંગેની ફરિયાદ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ હતી. જેમાં આરોપી તરીકે પોપ્યુલર બિલ્ડર ગ્રુપના ચેરમેન રમણ પટેલ સહીત આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે સીઆઈડી ક્રાઈમે સાબરમતી જેલમાં હત્યાના પ્રયાસના ગુનામાં સજા કાપી રહેલા રમણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રમણ પટેલ અને તેમના મળતિયાએ વેજલપુરના મકરબા સ્થિત આવેલી વડીલો પાર્જીત જમીન પચાવી પાડવા સારું થઈને જમીનના મૂળ માલિકના મૃત્યુ પામ્યા બાદ પણ તેમના અંગુઠાના નિશાન વિવિધ દસ્તાવેજો સહીત વેચાણ દસ્તાવેજો પર સિગ્નેચર અને મંજુરી મળી હોવાના તમામ બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કરીને જમીનની માલિકી પોતાની બતાવી દીધી હોવાનો કાવતરું રચ્યું હતું.

આ સમાચાર શેર કરો