મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટનું દિયા ગોલ્ડ પોલિસીંગ યુનિટ, ગેરકાયદેસર બાંધકામ હોવાનું સામે આવ્યું

રાજકોટના દિયા ગોલ્ડ પોલિસીંગ યુનિટમાં ગત અઠવાડિયે રાત્રિના સમયે લાગેલી આગની ઘટના બાદ રાજકોટ

રાજકોટના દિયા ગોલ્ડ પોલિસીંગ યુનિટમાં ગત અઠવાડિયે રાત્રિના સમયે લાગેલી આગની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તપાસ કરતા આ મિલકત કોમર્શિયલ હેતુ માટે વપરાતી હોવાનું અને તેમાં અનઅધિકૃત બાંધકામ હોવાનું ખુલ્યું હતું. જેને પગલે સંજય લુવા નામના માલિકની આ મિલકતને પાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે. તંત્રએ મિલકત પર સીલ મારી નોટિસ પણ ચોંટાડી છે, જેનાથી આગ જેવી ગંભીર દુર્ઘટનાઓ સામે મનપાના ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગે લાલ આંખ કરી હોય તેવા સંકેત મળી રહ્યા છે.

આ સમાચાર શેર કરો