Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Women staged a fierce protest against the pollution of polluted water in Rajkot

VIDEO Breaking : Rajkotમાં દૂષિત પાણીના ત્રાસથી મહિલાઓ બની રણચંડી, કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધરમનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. મહિલાઓના જણાવ્યા અનુસાર, પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી અત્યંત ગંદુ અને બેક્ટેરિયાયુક્ત છે, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે.સ્થાનિકોએ આ બાબતે મેયર અને ઉચ્ચ અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. રોષે ભરાયેલી મહિલાઓએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ હવે ડોકાતા પણ નથી. હાલ સ્થિતિ એવી છે કે લોકોએ પીવા માટે પૈસા ખર્ચીને વેચાતું પાણી લેવા મજબૂર બનવું પડે છે. તંત્રની આ ઘોર બેદરકારી સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store