Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Women publicly teach a lesson to a middle-aged man who molested them

VIDEO: Rajkot / છેડતી કરનાર આધેડને મહિલાઓએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક, સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં રસ્તે ચાલતી મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી એક ઘટના હુડકો બસ સ્ટેન્ડ નજીક બની છે. અહીં એક આધેડ વયના પુરુષ દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતા, મહિલાઓએ ડરવાને બદલે હિંમત દાખવી શખ્સને જાહેરમાં બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

App Store

મળતી માહિતી મુજબ, રાજકોટના હુડકો બસ સ્ટેન્ડ પાસે એક આધેડ વયનો પુરુષ મહિલાઓની છેડતી કરી રહ્યો હતો. આધેડની હરકતોથી રોષે ભરાયેલી મહિલાઓએ આધેડને પકડીને માર માર્યો હતો. જાહેર રસ્તા પર જ મહિલાઓએ શખ્સને 'મેથીપાક' ચખાડતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જાહેરમાં મહિલાઓ દ્વારા આ શખ્સને મેથીપાક ચખાડતો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.