VIDEO: Rajkotમાં વિવિધ સ્થળોના પાણીના નમૂના ફેલ; બેક્ટેરિયાની હાજરી મળતા શહેરીજનોના આરોગ્ય સામે મોટું જોખમ
સોર્સ : GSTV
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીના 214 નમૂનાઓના રિપોર્ટમાં 6 સ્થળોએ બેક્ટેરિયાની હાજરી મળી આવતા શહેરીજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં 2 અને ઈસ્ટ ઝોનમાં 1 સ્થળે પાણીના નમૂના ફેલ થયા છે, જેમાં વોર્ડ નંબર 4, 6, 7 અને 8 માં ગંદુ પાણી આવતું હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ વિસ્તારોમાં શહેરના પ્રથમ નાગરિક અને મેયર ડો. નેહલ શુક્લનો પોતાનો વોર્ડ નંબર ૭ પણ સામેલ છે, જ્યાં પાણી પીવાલાયક ન હોવાનો ખુલાસો થયો છે.

